મોરબી : મોરબી જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત લોકોને નવા કાયદાની સમજ આપવા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ત્રણેય નવા કાયદા વિશે માહિતી મળે તે હેતુથી ઓડિયો, વીડિયો તથા ચિત્ર બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા તારીખ 6 જૂનથી 15 જૂન સુધી યોજાશે. જેમાં ચિત્ર સ્પર્ધા, ઓડિયો સ્પર્ધા અને વિડીયો સ્પર્ધાનું આયોજન કરાયું છે.વિજેતાઓને રોકડ ઇનામો આપવામાં આવશે. સ્પર્ધાનું પરિણામ 20 જૂનના રોજ મીડિયાના માધ્યમથી જાહેર કરવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેનાર નાગરિકોએ તેમના ચિત્રો ઓડિયો, વીડિયો ઇમેલ આઇડી ab-sp-morbi@gujarat.gov.in અથવા મોબાઈલ નંબર 97732 39553 પર મોકલી આપવા જણાવ્યું છે. કોઈપણ વ્યક્તિ કોઈપણ એક જ કૃતિમાં ભાગ લઈ શકશે.