મોરબી : આજે વિજ્યાદશમી પર્વ નિમિત્તે મોરબી જિલ્લા પોલીસ દ્વારા તાલુકા પોલીસ લાઈન ખાતે ગરબીના ગ્રાઉન્ડમાં શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલ, ડીવાયએસપી પી.એ. ઝાલા, વી.બી. દલવાડી, એ ડિવિઝન પોલીસ સ્ટેશન, બી ડિવિઝન પોલીસ સ્ટેશન, તાલુકા પોલીસ સ્ટેશન, એસઓજી, એલસીબી, હેડ ક્વાર્ટરના પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારીઓ દ્વારા પોતાના શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું.આ અંગ મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલે જણાવ્યું હતું કે, આજે ગાંધી જયંતી અને વિજ્યાદશમીનો પવિત્ર તહેવાર છે. ત્યારે ગાંધીજીને વંદન કરીને આજે તાલુકા પોલીસ લાઈન ખાતે જ્યાં નવરાત્રિનું આયોજન થયું હતું ત્યાં શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો છે. આવતા વર્ષમાં કોઈ અનિચ્છનિય ઘટના ન બને અને શાંતિ જળવાય રહે તેવી પ્રાર્થના કરવામાં આવી છે.