મોરબી : મોરબી જીલ્લા પોલીસ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવલા નોરતાંમા નવરાત્રીનું ભવ્ય આયોજન મોરબી તાલુકા પોલીસ લાઈન ખાતે કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જીલ્લા પોલીસ પરિવારો ગરબે ઘૂમી નવ દિવસ માતાજીની આરાધના કરશે. જેમાં મોરબી એસપી કરનરાજ વાઘેલાના માર્ગદર્શનથી ડીવાયએસપી બન્નો જોશીની રાહબરીમાં સુરક્ષા સેતુ હેઠળ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. ગયા વર્ષે પણ ડીવાયએસપી બન્નો જોશી, મોરબી એલસીબી ઇન્ચાર્જ પીઆઈ આર.ટી.વ્યાસ,તાલુકા પીએસઆઈ એસ.એ.ગોહીલ , એ.બી.જાડેજા, આર.પી.જાડેજા,પીઆઈ આઈ.એમ.કોંઢીયા સહિતના દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તેમ આ વર્ષે પણ પોલીસ પરિવારની દીકરીઓને લ્હાણી આપી અને જીલ્લા પોલીસ દ્વારા આયોજન કરવામાં આવતા મોરબી પોલીસ પરિવારમા ઉત્સાહ જોવા મળી રહ્યો છે.