એ ડિવિઝનને ૨ ,બી ડિવિઝનને ૨ ,મોરબી તાલુકાને ૧ ,એલસીબીને ૧ ,વાંકાનેર સીટીને ૧ અને હળવદને ૧ બોલરો ફાળવાઈ મોરબી : મોરબી જિલ્લા પોલીસને આઠ નવી રેપીડ બોલેરો ફાળવવામાં આવી છે. જેમાં એ ડિવિઝનને ૨ ,બી ડિવિઝનને ૨ ,મોરબી તાલુકા પોલીસને ૧ ,એલસીબી પોલીસને ૧ ,વાંકાનેર સીટી પોલીસને ૧ અને હળવદ પોલીસને ૧ રેપીડ બોલેરો મળી છે. મોરબી જીલ્લો બન્યા બાદ અનેક સુવિધાઓ હાલ સુધી મળી નથી. જેના હિસાબે સરકારી કર્મચારીઓ બરાબર રીતે પણ કામ કરી શકતા નથી. જીલ્લા પોલીસમાં પણ આ જ રીતે પોલીસકર્મીઓ અને વાહનોની ઘટ છે. પરંતુ હાલ જિલ્લા પોલીસને થોડા અંશે રાહત મળી છે. રાજ્યના ગૃહખાતાં દ્વારા મોરબી જિલ્લા પોલીસને આઠ નવી નકોર મહિન્દ્રા રેપીડ બોલેરો આપવામાં આવી છે. જેમાં મોરબી એ ડિવિઝન ને ૦૨ ,બી ડિવિઝન ને ૦૨ ,મોરબી તાલુકા પોલીસ ને ૦૧ ,એલસીબી પોલીસ ને ૦૧ ,વાંકાનેર સીટી પોલીસ ને ૦૧ અને હળવદ પોલીસને ૦૧ એમ કુલ મળી આઠ નવી રેપીડ બોલેરો વિધિવત ફાળવવામાં આવી છે. હવે ગુનેગારો સુધી પહોંચવામાં મોરબી પોલીસને ફેરા કરવાની જરૂર નહીં પડે. આ નવી નકોર રેપીડ બોલરોની મદદથી જિલ્લા પોલીસ વધુ કાર્યક્ષમ બનશે. અત્યાર સુધી વાહનોના અભાવને કારણે પોલીસને હાલાકી વેઠવી પડતી હતી. પરંતુ નવી ૮ રેપીડ બોલેરો મળવાથી જિલ્લા પોલીસને થોડી રાહત મળી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en