મોરબી : મોરબી જીલ્લા પોલીસે અમરેલી જીલ્લામાં રહેતા ગુમ થનાર સગીરને માળીયામાંથી શોધી કાઢી સરાહનીય કામગીરી કરી છે. અમરેલી જીલ્લા પોલીસ ખાતેથી નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગને માહિતી મળેલ કે અમરેલી જીલ્લાના ધારી તાલુકાના ડાંગાવદર ગામેથી પારસભાઇ પ્રવીણભાઇ દાફડા (ઉ.વ. 17) ગઇકાલે ગુમ થયેલ હોય, જે માહિતીને ગંભીરતાથી લઇ ગુમ થનારની માહિતી તથા ફોટો મોરબી તાલુકા પોલીસ સ્ટેશન, મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટેશન તથા માળીયા મીયણા પોલીસ સ્ટેશનને મોકલી તપાસ કરવામાં આવી રહી હતી. તપાસ દરમિયાન માળીયા પોલીસે માળીયા ત્રણ રસ્તા નજીકથી ગુમ થનાર સગીરને શોધી કાઢ્યો હતો. ત્યારબાદ અમરેલી જીલ્લા પોલીસને આગળની કર્યવાહી કરવા સંપર્ક કરી ગુમ થનારને તેના વાલી વારસને સુપ્રત કર્યો હતો. આમ, માનવીય અભીગમ દાખવી મોરબી જીલ્લા પોલીસે પ્રશંસનીય કામગીરી કરેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..