મોરબી : મોરબી જિલ્લામાં વાહન અકસ્માત અને વાહન ચોરીના બનાવો અટકાવવા તથા શોધી કાઢવા જુલાઇ માસ દરમિયાન મોરબી જિલ્લામાં અલગ અલગ પોઇન્ટ પર વાહનચેકિંગ અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ. જેમાં ટ્રાફિક નિયમો ભંગ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી. આ ઝુંબેશ દરમિયાન મોરબી સીટી ટ્રાફિક શાખા તથા જિલ્લાના પોલીસ સ્ટેશનનો દ્વારા કામગીરી કરવામાં આવી હતી. જેમાં ચેક કરેલ વાહનોની સંખ્યા ૩૮૮૭, ડિટેઇન કરેલ વાહનોની સંખ્યા ૧૩૧, ભયજનક રીતે વાહન ચલાવતા ઈસમો સામે કરેલ કેસની સંખ્યા ૪૩, ભયજનક રીતે ટ્રાફિકને અડચણરૂપ વાહનો સામે કરેલ કેસની સંખ્યા ૨૯, દારૂ પીને વાહન ચલાવતા પકડેલ ઈસમોની સંખ્યા ૧૦, વાહનમાં ગેરકાયદેસર હથિયાર સાથે રાખી નીકળતા પકડાયેલા ઈસમોની સંખ્યા ૧, દારૂના કેસોની સંખ્યા ૧૧, મોટર વ્હીકલના કાયદા મુજબ કરેલ કેસો અને દંડની સંખ્યા જેમાં કેસ (૯૨૮) અને ૧,૭૪,૭૫૦/- રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne