મોરબી : રાજ્યના 223 જેટલા PSIને PIના પ્રમોશન આપવામાં આવ્યા છે. જેમાં મોરબી જિલ્લા કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા હરેશ રામભાઈ હેરભા અને એમઓબીમાં ફરજ બજાવતા વીરેન્દ્રસિંહ રાજાભાઈ સોનારાને પણ PIના પ્રમોશન મળ્યા છે. ત્યારે જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી અને ડીવાયએસપી સારડા દ્વારા બન્ને PIની વર્દી પર PI કેડરના સ્ટાર લગાવ્યા હતા અને બન્નેને શુભકામના પાઠવી હતી.