મોરબી : મોરબી જિલ્લા પેન્શનર સમાજની સામાન્ય સભા આગામી તારીખ 4 જાન્યુઆરીના રોજ યોજાનાર છે. મોરબી જિલ્લા પેન્શનર સમાજના પ્રમુખ જીવણભાઈ એસ. ડાંગરના જણાવ્યા પ્રમાણે જિલ્લા પેન્શનર સમાજના આજીવન સભાસદો માટેની સામાન્ય સભા 4 જાન્યુઆરી ને શનિવારે સવારે 8 કલાકે મોરબીના ધરમપુર રોડ પર આવેલા પંચમુખી હનુમાનજી મંદિર ખાતે યોજાશે. સામાન્ય સભામાં રજિસ્ટ્રેશન ફી 300 રૂપિયા રાખવામાં આવી છે.