1 જુલાઈએ બપોરે 2 વાગ્યે શનાળા રોડ GIDC નાકા પાસેથી રેલી નીકળશે, એડવોકેટ્સ માટે સફેદ શર્ટ અને કાળા પેન્ટનો ડ્રેસ કોડ ફરજિયાતમોરબી : જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનને સમર્થન આપવા માટે મોરબી જિલ્લા પાટીદાર એડવોકેટ લીગલ સેલ મેદાનમાં આવ્યું છે. ખેડૂતોના સમર્થનમાં સેલ દ્વારા એક વિશાળ રેલી કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી તારીખ 01/07/2026, બુધવારના રોજ મોરબી શહેરમાં યોજાશે.મોરબી જિલ્લા પાટીદાર એડવોકેટ લીગલ સેલના પ્રમુખની યાદીમાં જણાવ્યા અનુસાર, રેલીમાં જોડાવા માટે તમામ સભ્યોએ બપોરે 2:00 વાગ્યે મોરબીના શનાળા રોડ પર આવેલ જી.આઈ.ડી.સી. નાકા પાસે એકત્ર થવાનું રહેશે. સંસ્થા દ્વારા વધુમાં વધુ એડવોકેટ મિત્રોને પોતાની ગાડીઓ સાથે સમયસર હાજર રહેવા અપીલ કરવામાં આવી છે. જે એડવોકેટ મિત્રો પાસે પોતાની ગાડી ન હોય તેઓને પણ સમયસર પહોંચી જવા જણાવાયું છે, તેમના માટે સંસ્થા દ્વારા ગાડીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે.આ રેલીમાં જોડાનાર તમામ એડવોકેટ્સ માટે ડ્રેસ કોડ ફરજિયાત રાખવામાં આવ્યો છે. રેલીમાં ફરજિયાતપણે સફેદ શર્ટ અને કાળો પેન્ટ પહેરીને આવવાનું રહેશે. ખેડૂત આંદોલનને મજબૂત ટેકો આપવા તમામ સભ્યોને સમયસર ઉપસ્થિત રહેવા આહવાન કરવામાં આવ્યું છે.#MorbiUpdate #MorbiNews #Morbi #PatidarAdvocateLegalCell #JetparKhedutAndolan #FarmersProtest #MorbiAdvocates #GujaratNews