મોરબી : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી સમયમાં યોજાનાર ઇજનેર સેવા (સિવિલ) વર્ગ-1 અને 2ની પરીક્ષાઓ તેમજ રાજ્ય સરકાર દ્વરા લેવામાં આવતી ગેટ(GATE) ની પરીક્ષાના માર્ગદર્શન અને કોચિંગ માટે L.E. કોલેજ મોરબીના સહયોગથી જિલ્લા પંચાયત મોરબી દ્વારા ટુંક સમયમાં સેમિનારનું આયોજન કરવામાં આવનાર છે. મોરબી જિલ્લાના વતની હોય અને આ પ્રકારનું માર્ગદર્શન અને કોચિંગ મેળવવા ઇચ્છતા હોય તેવા ઉમેદવારો તથા વિદ્યાર્થીઓએ 10 દિવસમાં રૂમ નં. 246, સિંચાઇ શાખા,બીજો માળ, જિલ્લા પંચાયત કચેરી, સો-ઓરડીની સામે,શોભેશ્વર રોડ, મોરબીમાં પોતાની અરજી જમા કરાવવાની રહેશે. અરજીનો નમૂનો જિલ્લા પંચાયત કચેરી મોરબીની વેબસાઇટ (www.morbidp.gujarat.gov.in) પર મૂકવામાં આવ્યો છે.