તમામ તાલુકા પંચાયતોમાં 25મીએ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીની યોજાશેમોરબી : મોરબી જિલ્લાના રાજકીય વર્તુળોમાં ભારે ઉત્તેજના વચ્ચે જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણીનો કાર્યક્રમ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો છે. વિકાસ કમિશનર કચેરી, ગાંધીનગર દ્વારા આ અંગેની નોટિસ ઇશ્યૂ કરવામાં આવી છે.મોરબી જિલ્લા પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમવિકાસ કમિશનરના આદેશ મુજબ, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટેની બેઠક 23/05/2026 ને શનિવારના રોજ બપોરે 12:00 કલાકે મળશે. જે સભ્યો આ હોદ્દાઓ માટે ઉમેદવારી નોંધાવવા માંગતા હોય, તેમણે પોતાના ઉમેદવારી પત્રો જિલ્લા પંચાયતના સેક્રેટરી અથવા નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત) ને 22/05/2026 ને શુક્રવારના રોજ સવારે 11 થી બપોરના 2 સુધીમાં પહોંચાડવાના રહેશે. ઉમેદવારી પત્રોની ચકાસણી પણ 22 મે 2026 ના રોજ જ બપોરે 2 કલાકથી કરવામાં આવશે. મોરબી જિલ્લાની તાલુકા પંચાયતોની ચૂંટણીજિલ્લા પંચાયતની સાથે-સાથે મોરબી જિલ્લાની તાલુકા પંચાયતોમાં પણ નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવશે. ગુજરાત પંચાયત અધિનિયમ-1993 ની કલમ-63(4) ને કલમ-67(2) સાથે વાંચતા મળેલ સત્તા મુજબ, તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી માટેની બેઠક 25/05/2026 ને સોમવારના રોજ બપોરે 12:00 કલાકે બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiDistrictPanchayat #MorbiTalukaPanchayat #Election2026 #MorbiPolitics #GujaratPolitics #LocalNews