મોરબી : મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા આવતીકાલ તા.26 ઓગસ્ટને ગુરુવારે બપોરે જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાશે. જેમાં વિવિધ એજન્ડાઓ રજૂ કરવામાં આવશે. મોરબી જિલ્લા પંચાયતની આવતીકાલે યોજાનાર સામાન્ય સભામાં ગત સામાન્ય સભા બેઠકની કાર્યવાહીને બહાલી આપવા, ગત 21 મેની સામાન્ય સભાના ઠરાવોની અમલવારીને બહાલી આપવા, પ્રશ્નોતરી, સદસ્ય તરફથી મળનાર પ્રસ્તાવ, જિલ્લા કક્ષાએ જેવ વિવિધતા સમિતિની રચના કરવા, જિલ્લા પંચાયત સ્વભંડોળની વર્ષ 2018 થી 2021ની ગ્રાન્ટના કામોની અત્રે રજૂ થયેલ વહીવટી મંજૂરીની દરખાસ્ત અંગે નિર્ણય કરવા, રેતી રોયલ્ટી ગ્રાન્ટના કામોની અત્રે રજૂ થયેલ વહીવટી મંજૂરીની દરખાસ્ત અંગે નિર્ણય કરવા, 15મુ નાણાંપંચનું જિલ્લા કક્ષાનું આયોજન મંજૂર કરવા સહિતના એજન્ડાઓને બહાલી આપવામાં આવશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..