સભામાં માઈક બંધ થવાની સમસ્યાથી સભ્યો પરેશાન; વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને નવાગામે મંજુર થયેલ સબ સેન્ટર રાસિંગપર ખસેડવા સહિતના ઠરાવો પસારમોરબી અપડેટ: મોરબી જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા આજે પ્રમુખના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં મુખ્યત્વે 16મા નાણાપંચના આયોજન અને વિવિધ વિકાસ કાર્યો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જોકે, આખી સભા માત્ર 5 મિનિટમાં જ પૂર્ણ થઈ ગઈ હતી. સભા દરમિયાન વારંવાર માઈક બંધ થઈ જવાની સમસ્યા જોવા મળી હતી, જેના કારણે સભ્યોએ નવી વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી હતી.માઈકની સમસ્યા અને સભાની કાર્યવાહીસામાન્ય સભામાં અવારનવાર માઈક બંધ થઈ જતું હતું, જેના કારણે પાછળ બેઠેલા સભ્યોને કશું સંભળાતું ન હતું. સભાનું સંચાલન કરતા ડેપ્યુટી ડીડીઓનું માઈક પણ બંધ થઈ ગયું હતું. આખરે સભ્યો દ્વારા માઈક સિસ્ટમમાં નવો બદલાવ લાવવા અને જે કંઈ ખર્ચ થાય તે મંજૂર કરી નવી વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.16મા નાણાપંચ અને વિકાસ કાર્યોના ઠરાવો સભામાં 16મા નાણાપંચના 3.69 કરોડના આયોજનો માટેની દરખાસ્તો મંગાવવામાં આવી હતી. આ ઉપરાંત, ડેપ્યુટી ડીડીઓનું વાહન કન્ડમ થયેલું હોવાથી આઉટસોર્સથી નવું વાહન રાખવાની મંજૂરી પણ આપવામાં આવી હતી.વિદ્યાર્થીઓને 15000 ની શિષ્યવૃત્તિ અને સબ-સેન્ટર અંગે નિર્ણય ગત તારીખ 4/7/25 ના રોજ ડીડીઓ જે. એસ. પ્રજાપતિ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ માટે સીએસ ફાઉન્ડેશન હેઠળ શિષ્યવૃત્તિની મંજૂરી આપવામાં આવી હતી. જે અંતર્ગત કુલ 10 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મંજૂર કરાઈ છે, જેમાં 8 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને 2 વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામ રૂપે દરેકને 15000 રૂપિયાની સહાય અપાશે. આ ઉપરાંત, સામાજિક ન્યાય સમિતિની બેઠકને બહાલી અપાઈ હતી. માળિયાના નવાગામ ખાતે મંજૂર થયેલ સબ-સેન્ટરને ત્યાંથી ખસેડીને રાસિંગપર ખાતે બનાવવા માટેનો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો.આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ગીતાબેન દુબરિયા, ડીડીઓ વિદ્યાસાગર, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિપુલ ગરચર અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઝાલા સહિતના અધિકારીઓ, ચેરમેનો અને સભ્યો હાજર રહ્યા હતા.#Morbi #MorbiUpdate #MorbiDistrictPanchayat #MorbiNews #GujaratNews #DevelopmentWorks #FinanceCommission #LocalNews