જિલ્લા પંચાયત હેઠળના સુપ્રીમ કોર્ટના કેસો લડવા માટે વકીલાતનું ફી ધોરણ નક્કી કરવા નવી વકીલ પેનલની રચનામોરબી : મોરબી જિલ્લા પંચાયતની આજે કારોબારી બેઠક યોજાઇ હતી. જેમાં પ્રોવાઇડિંગ કન્સલટન્સી સર્વિસીઝ રેસ્ટોરેશન ઓફ માઇનોર ઇરીગેશન સ્કીમ અંડર પંચાયત ઇરીગેશન ડિવિઝન મોરબીના કામ માટે અંદાજીત 27.25 લાખ, રિસ્ટોરેશન વર્ક વેસ્ટ વિયર એન્ડ ડેમ પ્રોટેક્શન વર્ક ઓફ ઠીકરીયાળી માઇનોર ઇરીગેશન સ્કીમ વાંકાનેરના કામ માટે અંદાજીત રૂ.283.98 લાખની મંજૂરી આપવામાં આવી છે.જિલ્લા પંચાયતની કારોબારીમાં ટંકારાના મહેન્દ્રપુરની રાજાશાહી વખતની પાંજના રીપેરીંગ માટે અંદાજીત રૂ.35.90 લાખ, વર્ષ 2017થી 2019 દરમિયાન નાની સિંચાઈ કૌભાંડમાં સંડોવયેલી મંડળીઓ અને એજન્સીઓની ડિપોઝીટ જપ્ત કરવાની કાર્યવાહી કરવા, તાલુકા અમલીકરણ અધિકારી માટે પાંચ કોમ્યુટર સેટ ખરીદવા, મેરી માટી મેરા દેશ તથા હર ઘર તિરંગા અંતર્ગત થયેલા ખર્ચ, ગત સામાન્ય સભાના ભોજનના ખર્ચ, રાત્રી સભાનો જમણવાર ખર્ચ જિલ્લા પંચાયતમાં સોલાર રૂફટોપનાં કામને મંજૂરી તેમજ મોરબી જિલ્લા પંચાયત હેઠળના સુપ્રીમ કોર્ટના કેસો લડવા માટે વકીલાતનું ફી ધોરણ નક્કી કરવા નવી વકીલ પેનલની રચના કરવામાં આવી છે. તેમજ માળીયાના મોટા દહીંસરા ગામે કૃષ્ણનગર પાસે ચાલતા સ્લેબ ડ્રેઇનના કામની મુદત વધારો, જિલ્લા પંચાયતમાં ફાયર સેફટી ઇકિવપમેન્ટ રીફલિંગ કરવા, વાંકાનેરના સી.ડી.પી.ઓ. બિલ્ડીંગનું કામ મંજુર કરવામાં આવ્યું છે. આ તકે કારોબારી ચેરમેન જયંતિભાઇ પડસુંબિયા, ડીડીઓ ડી ડી જાડેજા, સહિતના અધિકારી, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને એક એજન્ડા સિવાય તમામ એજન્ડા મંજુર કરવામાં આવ્યા હતા.