જિલ્લા પંચાયતની 24 બેઠકમાંથી 18થી 20 બેઠક પર વિજય થવાનો ભાજપને આશાવાદ : 14થી 16 બેઠકો ફતેહ કરવાનો કોંગ્રેસનો વિશ્વાસ : 3થી 4 બેઠક પર દબદબો હોવાની આશા વ્યક્ત કરતું આપમોરબી : મોરબી જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકો માટે આજે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. આ ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહભેર ભાગ લેતા 71.09 ટકા જેટલું ઊંચું મતદાન નોંધાયું છે. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયા બાદ હવે ત્રણેય મુખ્ય રાજકીય પક્ષો દ્વારા જીતના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. મોરબી અપડેટ સાથેની ખાસ વાતચીતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનોએ પોતાના પક્ષની સ્થિતિ અંગે પ્રતિભાવો આપ્યા હતા.ભાજપનો દાવો: 18 થી 20 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતીજિલ્લા ભાજપ પ્રમુખ જયંતી રાજકોટિયાએ જણાવ્યું કે ગત ટર્મમાં જિલ્લા પંચાયતમાં ભાજપને 16 બેઠકો મળી હતી, જેમાં આ વખતે વધારો થઈને 18 થી 20 બેઠકો મળવાની ગણતરી છે. મતદારોના મિજાજ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, પક્ષની મજબૂતાઈ અને સારા નેતૃત્વને કારણે લોકો વિકાસની દિશામાં ચાલી રહ્યા છે. ભાજપ સિવાય અન્ય કોઈ પક્ષ વિકાસના કામો કરી શકશે નહીં તેવું લોકો માની રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.કોંગ્રેસનો દાવો: 14થી 16 બેઠકો મળવાની આશાજિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ નયન અઘારાએ જણાવ્યું કે અત્યારની સ્થિતિ જોતા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને 14 થી 16 બેઠકો જીતવાની પૂરી આશા છે. મતદારોનો મૂળ મિજાજ ભાજપ વિરુદ્ધનો રહ્યો હતો અને શાસક પક્ષની કામગીરીથી લોકોમાં સ્પષ્ટ રોષ જોવા મળ્યો છે. આગામી સમયમાં કોંગ્રેસ ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારની જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે સતત કાર્યશીલ રહેશે.આમ આદમી પાર્ટીનો દાવો: 3 થી 4 બેઠકો પર વન-સાઇડ સ્થિતિઆમ આદમી પાર્ટીના નેતા પંકજ રાણસરિયાએ જણાવ્યું કે જિલ્લા પંચાયતની 3 થી 4 સીટો પર આમ આદમી પાર્ટી વન-સાઇડ મજબૂત સ્થિતિમાં છે. વધુમાં તેમણે જિલ્લા પંચાયતની જેતપર અને ટીકર સીટ પર AAP ની જીત નિશ્ચિત હોવાનો દાવો કર્યો હતો.#Morbi #MorbiUpdate #MorbiDistrictPanchayat #MorbiElection #BJP #Congress #AAP #GujaratPolitics #MorbiNews