24 બેઠકો માટે કુલ 117 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 36 રદ અને 3 પરત ખેંચાતા હવે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયુમોરબી : મોરબી જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની, ચકાસણી અને ફોર્મ ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે આખરી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ હવે મેદાનમાં 78 ઉમેદવારો બાકી રહ્યા છે.મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકો માટે કુલ 117 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ફોર્મની ચકાસણી દરમિયાન કુલ 36 ફોર્મ રદ કરવામાં આવ્યા હતા.બ ઉમેદવારી પત્ર પરત ખેંચવાના આજે અંતિમ દિવસે 3 ઉમેદવારોએ પોતાના નામ પાછા ખેંચ્યા છે. હવે આગામી ચૂંટણીમાં 24 બેઠકો પર કુલ 78 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે.કોણે ફોર્મ પરત ખેંચ્યા : આમરણ : હસીનાબેન કાસમભાઈ સુમરા (આપ)ખાખરેચી : ચંદુભાઈ જગજીવનભાઇ (અપક્ષ)ખાનપર : દેવરાજભાઇ સામતભાઇ રગીયા (અપક્ષ) બેઠક વાઈઝ ઉમેદવારોની સંખ્યા:● 1-આમરણ: 2 ઉમેદવાર● 2-બગથલા: 3 ઉમેદવાર● 3-ચંદ્રપુર: 6 ઉમેદવાર● 4-ચરાડવા: 4 ઉમેદવાર● 5-ઢુવા: 5 ઉમેદવાર● 6-ઘનશ્યામપુર: 3 ઉમેદવાર● 7-ઘુંટુ: 3 ઉમેદવાર● 8-જાંબુડિયા: 3 ઉમેદવાર● 9-જેતપર: 3 ઉમેદવાર● 10-ખાખરેચી: 4 ઉમેદવાર● 11-ખાનપર: 3 ઉમેદવાર● 12-કોઠી: 3 ઉમેદવાર● 13-લજાઈ: 3 ઉમેદવાર● 14-લુણસર: 3 ઉમેદવાર● 15-મહિન્દ્રા: 3 ઉમેદવાર● 16-માથક: 3 ઉમેદવાર● 17-મોટા દહિસરા: 3 ઉમેદવાર● 18-નેકનામ: 3 ઉમેદવાર● 19-ઓટાલા: 4 ઉમેદવાર● 20-પંચાસીયા: 2 ઉમેદવાર● 21-સાપકડા: 3 ઉમેદવાર● 22-સરવડ: 2 ઉમેદવાર● 23-ટીકર(રણ): 3 ઉમેદવાર● 24-તિથવા: 4 ઉમેદવાર#Morbi #MorbiNews #MorbiUpdate #Election2026 #DistrictPanchayat #GujaratElection #PanchayatElection #MorbiDistrict