મોરબી : કાગવડ સ્થિત ખોડલધામમાં સૌરાષ્ટ્ર મીડિયા પરિવાર માટે ખાસ આયોજિત ધ્વજારોહણ સમારોહમાં મોરબી જીલ્લા મીડિયા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. સૌરાષ્ટ્રના તમામ મીડિયા પરિવાર માટે માં ખોડલના સાનિધ્યમાં ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઇ પટેલે સૌરાષ્ટ્રભરમાંથી પધારેલા પત્રકાર મિત્રો સાથે મુલાકાત કરી હતી. અને આ ધ્વજારોહણ કાર્યક્રમમાં પત્રકાર મિત્રોએ ભેગા મળીને સંગીતના તાલે નાચતા કૂદતાં ભક્તિભાવપૂર્ણ વાતાવરણમા માં ખોડલધામ મંદિર પર ધ્વજારોહણ કરી હતી. આ પ્રસંગે નરેશભાઇ પટેલે પત્રકારો સાથે સમગ્ર ખોડલધામ કેમ્પસની પ્રદક્ષિણા કરી હતી. ત્યાર બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તમામ પત્રકાર મિત્રોનો નરેશભાઈ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી સમયમાં ખોડલધામની પ્રગતિ વિષે વાત કરતા જણાવ્યું હતું કે, ખોડલધામ ટ્રસ્ટ દ્વારા અમરેલી રોડ પર એક જમીન ખરીદવામાં આવી છે. જ્યાં શૈક્ષણિક સંકુલ તૈયાર થવા જઈ રહ્યું છે. તદ્દ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે આ સિવાય ટ્રસ્ટ દ્વારા નાની ખેતી માટેનું નિરિક્ષણ કેન્દ્ર તૈયાર કારમાં આવી રહ્યું છે, જેમાં નાની ખેતી કઈ રીતે કરવી તેનું પરિક્ષણ કરવામાં આવશે અને ત્યાર બાદ ખેડૂત મિત્રોને આ નાની ખેતી કરવા પ્રેરણા આપવામાં આવશે. આ પ્રસંગે મોરબી જીલ્લા મીડીયા પરિવાર વતી જાણીતા પત્રકાર હર્નિશભાઇ જોશી, રવિભાઈ મોટવાણી, પંકજભાઇ પટેલ તથા મોરબી જીલ્લા ખોડલધામ મીડિયા કન્વિનર અતુલભાઈ ભાગીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274