મોરબી : મોરબી જિલ્લા કલેકટર આર.જે. માકડીયાને રાજ્ય સરકાર તરફથી બઢતી મળી છે. આ સાથે અન્ય 11 આઈએએસ અધિકારીઓને પણ બઢતી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. રાજ્ય સરકાર દ્વારા 2004ની બેચના 12 આઈએએસ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. જેમાં તેઓને સુપર ટાઈમ સ્કેલ લેવલ 14, પે મેટ્રિક્સ 1,44,200 - 2,18,200મા સમાવવામાં આવ્યા છે. આ 12 આઈએએસ અધિકારીઓમાં મોરબી જિલ્લા કલેકટર આર.જે. માકડીયા તેમજ રાજકોટના કલેકટર ડો. રાહુલ ગુપ્તાનો પણ સમાવેશ થાય છે.