મોરબી : ખેલમહાકુંભમાં મોરબી જિલ્લાની ટેબલ ટેનિસ માટેની સ્પર્ધા ગ્રીનવેલી સ્કૂલ લજાઈ ખાતે યોજાઈ હતી.જુદા જુદા ગ્રુપમાં દરેક ખેલાડીઓનું સિંગલ્સ અને ડબલ્સમાં સર્વોચ્ચ પ્રદર્શન રહ્યું હતું.ઓપન એજ ગ્રુપ સિંગલમાં પ્રથમ વિજેતા મિહિર ગોસાઈ, દ્વિતીય વિજેતા ધર્મદીપસિંહ ઝાલા અને તૃતીય વિજેતા શક્તિસિંહ જાડેજા રહ્યા હતા. જ્યારે ડબલ્સમાં પ્રથમ વિજેતા મિહિર ગોસાઈ અને ધર્મદીપસિંહ ઝાલાની જોડી બનેલ છે અને દ્વિતીય વિજેતા ડો. દીપ ભાડજા તથા ડો. મહેન્દ્ર ફેફરની જોડી બનેલ છે અને તૃતીય વિજેતા શક્તિસિંહ જાડેજા અને મયંક ટાંકની જોડી બનેલ છે.40 થી મોટી વય જૂથ સિંગલમાં પ્રથમ વિજેતા બારેજીયા આશિષ ,દ્વિતીય વિજેતા કુશકુમાર દિનેશચંદ્ર અંતાણી અને તૃતીય વિજેતા પરેશભાઈ ધાંગધરીયા બનેલ છે. અને ડબલ્સમાં પ્રથમ વિજેતા પરેશભાઈ ધ્રાંગધરીયા અને અલ્પેશભાઈ ગાંધીની જોડી બનેલ છે અને દ્વિતીય વિજેતા ડો. વિપુલ કોટેચા તથા ડો. દિલીપભાઈ તન્નાની જોડી બનેલ છે.60 થી મોટી વય જૂથ સિંગલમાં પ્રથમ વિજેતા કિરીટભાઈ સોલંકી દ્વિતીય વિજેતા એડવોકેટ પી. આર. પરમાર બનેલ છે. ડબલ્સમાં પ્રથમ વિજેતા કિરીટભાઈ સોલંકી તથા એડવોકેટ પી.આર. પરમારની જોડી બનેલ છે અને દ્વિતીય વિજેતા મુકેશભાઈ શાહ તથા ડોક્ટર અનિલ પટેલની જોડી બનેલ છે.તેઓ આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામેલ અને રાજ્ય કક્ષાની સ્પર્ધામાંમાં તેઓ મોરબીનું પ્રતિનિધિત્વ કરશે ત્યારે પરિવારે, મિત્રો અને વડીલોએ તેઓને અભિનંદન પાઠવ્યા છે અને આગામી સ્પર્ધાઓ માટે શુભેચ્છાઓ આપી છે.