અરજદારોએ પોતાના પ્રશ્નો કે ફરિયાદો અંગે 10 સપ્ટેમ્બર સુધીમાં સંબંધિત કચેરીમાં અરજી કરવાની રહેશેમોરબી અપડેટ: નાગરિકોના પડતર પ્રશ્નો અને ફરિયાદોના ઝડપી નિકાલ માટે મોરબી જિલ્લા કક્ષાનો સપ્ટેમ્બર-2026 માસનો 'સ્વાગત' ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તારીખ 23/09/2026 ના રોજ 3:30 કલાકે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાનાર છે.આ કાર્યક્રમમાં રજૂ કરવાના થતા જિલ્લા કક્ષાના પ્રશ્નો કે ફરિયાદો અરજદારોએ આગામી તારીખ 10 સપ્ટેમ્બર સુધીમાં સંબંધિત ખાતાની જિલ્લા કક્ષાની કચેરીના વડાને પહોંચતા કરવાના રહેશે. અરજીના મથાળે 'જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ' સ્પષ્ટ રીતે દર્શાવવાનું રહેશે.અરજી કરવા માટેના જરૂરી નિયમો અને શરતો: • જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતા પહેલા અરજદારે ગ્રામ્ય કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતને અને તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં અરજી કરેલી હોવી જોઈએ અને તે પ્રશ્ન અનિર્ણિત હોવો જોઈએ. • અગાઉ સંબંધિત ખાતામાં કરેલી રજૂઆતના આધાર અને મળેલા જવાબની ઝેરોક્ષ નકલ ફરજિયાત અરજી સાથે જોડવાની રહેશે. • અરજદારે અરજીમાં પોતાનું નામ, સરનામું, ફોન નંબર અને સહી અચૂક કરવાના રહેશે. સ્પષ્ટ, મુદ્દાસર અને આધારો સાથે રજૂ કરેલી અરજી જ ધ્યાનમાં લેવાશે. • અલગ-અલગ વિષયના પ્રશ્નો માટે અલગ-અલગ અરજીઓ કરવાની રહેશે. • અરજકર્તાનો પોતાનો જ પ્રશ્ન હોવો જોઈએ. અન્યોના પ્રશ્નો, કોર્ટ મેટર, દાવાઓ, આક્ષેપો, અંગત રાગદ્વેષને લગતા પ્રશ્નો તેમજ સરકારી કર્મચારીઓની નોકરીને લગતા પ્રશ્નો આ કાર્યક્રમમાં રજૂ કરી શકાશે નહીં. • અગાઉ જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લેવાઈ ગયેલા પ્રશ્નો અને નિયત તારીખ (10 સપ્ટેમ્બર) બાદ આવેલી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.આ નિયમોની તમામ અરજકર્તાઓએ ખાસ નોંધ લેવા મોરબી નિવાસી અધિક કલેક્ટર દ્વારા એક યાદીમાં જણાવાયું છે.#MorbiUpdate #MorbiNews #SwagatKaryakram #GrievanceRedressal #CollectorOfficeMorbi #Morbi