મોડેલ સ્કૂલ-મોટીબરારની વિદ્યાર્થીનીઓ છવાઈ ગઈ મોરબી : શિક્ષણ વિભાગ ગુજરાત તેમજ GCERT ગાંધીનગર પ્રેરીત જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ દ્વારા આયોજીત આઝાદી કા અમૄત મહોત્સવ કાર્યક્રમની ઉજવણી અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ 2021-2022નું આયોજન મોડેલ સ્કૂલ મોટીબરારમાં કરવામાં આવેલ હતું.જેમાં વિવિધ સ્પર્ધામાં વિદ્યાર્થીનીઓએ પ્રથમ,દ્વિતીય અને તૃતીય એમ ક્રમાંક મેળવી ડંકો વગાડ્યો હતો. આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ 2021-2022નું આયોજન મોડેલ સ્કૂલ મોટીબરારમાં કરવામાં આવેલ હતું.જેમાં અલગ-અલગ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ શાળા કક્ષાએ પ્રથમ ક્રમાંક પર વિજેતા થયા હતા.ત્યારબાદ એસ.વી.એસ. કક્ષાએ પણ પ્રથમ ક્રમાંક પર વિજેતા થઈ હતી અને જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં ભાગ લઈ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા. મોડેલ સ્કૂલ-મોટી બરારને ગૌરવાન્વિત કરનાર મોડેલ સ્કૂલના જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં ભાગ લઇ અને વિજેતા થઈ શાળા,ગામ અને પરિવારનું નામ રોશન કરનાર સ્પર્ધકોમાં વક્તૃત્વ સ્પર્ધામાં (માધ્યમિક વિભાગ) પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર રાઠોડ રાજવીબા (ધો.- 9),નિબંધ લેખન સ્પર્ધામાં (ઉચ્ચતર માધ્યમિક વિભાગ) પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર ડાંગર નિલમ (ધો.-11),ચિત્ર સ્પર્ધામાં (ઉચ્ચતર માધ્યમિક વિભાગ)દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર ઝાલા નર્મદા (ધો.-11) અને વક્તૃત્વ સ્પર્ધામાં (ઉચ્ચતર માધ્યમિક વિભાગ)તૃતીય ક્રમાંક ખડોલા વંશીકા(ધો.-12)એ પ્રાપ્ત કરેલ છે. શાળા પરિવાર વતી આ તમામ સ્પર્ધકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પણ અપાઈ હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..