ગોધરા ડીસ્ટ્રીકટ જજ આશીષ ઓઝા મોરબી મુકાયા મોરબી : મોરબીના ડીસ્ટ્રીકટ જજ સહિત રાજયમાં કુલ ૨૧૪ જજોની બદલી કરવામાં આવી છે. જેમાં મોરબીના જજને મોડાસા મુકવામા આવ્યા છે. જ્યારે ગોધરાના જજને મોરબી મુકવામાં આવ્યા છે. આજે રાજ્યના ડીસ્ટ્રીકટ જજ, એડી.ડીસ્ટ્રીકટ જજ સહિતના ૨૧૪ જજની બદલીનો ઘાણવો ઉતર્યો છે. જેમાં મોરબીથી ડીસ્ટ્રીકટ જજ રીજવાનાબેન ઘોઘારીને મોડાસા મુકવામાં આવ્યા છે. જ્યારે તેમની જગ્યાએ મોરબીમાં ગોધરાથી ડીસ્ટ્રીકટ જજ આશીષ ઓઝાને મુકવામા આવ્યા છે.