ત્રણ પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે યૂનિયને સરકાર સામે બાયો ચઢાવી મોરબી : તલાટી કમ મંત્રીઓ બાદ હવે આરોગ્ય કર્મચારીઓ પણ આગામી શુક્રવારથી અચોક્ક્સ મુદ્દતની હડતાલ ઉપર ઉતરવાના છે. તેઓએ ત્રણ પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે સરકાર સામે બાયો ચઢાવીને લડતનું બ્યુગંલ ફૂંકી દીધું છે. મોરબી આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા પડતર પ્રશ્નોને લઇએ મોરબી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, તાલુકા આરોગ્ય કચેરી તથા જિલ્લા કક્ષાએ ફરજ બજાવતા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર, ફિમેલ હેલ્થ સુપરવાઈઝર, ટી.એચ.એસ., ટી.એચ.વી. સહિતના આરોગ્ય કર્મચારીઓ 12મીથી અચોક્ક્સ મુદતની હડતાલ શરૂ કરશે. તેઓએ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર તથા ફિમેલ હેલ્થ સુપરવાઈઝરને પ્રથમ તબક્કે રૂ. 4200 ગ્રેડ પે તથા ઉચ્ચતર પગાર ધોરણ આપવા તેંજ જગ્યાઓ અપગ્રેડ કરવા, આ ચારેય કેડરને જાહેર રજાઓ તથા રજાના દિવસોમાં બજાવેલ ફરજનો 98 દુવસનો રજા પગાર અને કોરોના વોરિયર્સ તરીકે માસિક ભથ્થું આપવા તથા આરોગ્ય કર્મીઓને 8 કિમિનું ક્ષેત્રીય ભથ્થું આપવાની માંગ ઉઠાવી છે.