તા. 19ન રોજ આયોજિત મોરબી જિલ્લા ઘટકની સાધારણ સભામાં લેવાયો નિર્ણય મોરબી : ગત તા. 19-7-2025ના રોજ ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ -3 (નો.ક.)કર્મચારી મંડળના મોરબી જિલ્લા ઘટકની સાધારણ સભા વી.સી. હાઇસ્કુલ ખાતે રાખવામાં આવી હતી. જેમાં મોરબી જીલ્લા સરકારી માધ્યમિક અને ઉચ્ચ.માધ્યમિક શિક્ષણ સંઘના પ્રમુખ પદે મેહુલભાઈ દેથરીયા ફરી બિનહરીફ ચૂંટાયા છે. આ સભાનું સંચાલન પુનિતભાઇ મેરજાએ કર્યું હતું. આ દરમ્યાન સંઘ પ્રમુખ મેહુલભાઈ દ્વારા 2 વર્ષ દરમિયાન સંઘે કરેલી કામગીરીની આછેરી ઝલક આપવામા આવી. સભામાં હૈદર અલી સુમરા દ્વારા પ્રમુખ પદ માટે મેહુલભાઈ દેથરીયાની પ્રસ્તાવના મુકવામાં આવી, જેને તમામ હાજર શિક્ષક સંઘના સભ્યો દ્વારા સંપૂર્ણ સહમતિથી માન્ય રાખવામાં આવી. આમ મેહુલભાઈ દેથરિયા ફરીથી મોરબી જીલ્લા સરકારી માધ્યમિક અને ઉચ્ચ.માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. તેમજ બીપીનભાઈ ચોપડા દ્વારા મહામંત્રી પદ માટે હર્ષદભાઈ બોડાની પ્રસ્તાવના મુકવામાં આવી જેને તમામ સભ્યો દ્વારા સહમતિથી પારિત કરવામાં આવી. આ દરમ્યાન તમામ હાજર સભ્યો દ્વારા ચૂંટાયેલા પ્રમુખ અને મહામંત્રીને અભિનંદન પાઠવ્યા હતા.