ભરવાડ સમાજના ધર્મગુરુ મહંત પૂજ્ય ઘનશ્યામ પુરી બાપુના અધ્યક્ષ સ્થાને યોજાશે કાર્યક્રમહળવદ : મોરબી જિલ્લા ગોપાલક શૈક્ષણિક સમિતિ દ્વારા આગામી તા. ૨૮/૦૯/૨૦૨૬ને રવિવારના રોજ દ્વિતીય વિદ્યાર્થી તેમજ નવનિયુક્ત કર્મચારી સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ સન્માન સમારોહનો મુખ્ય ઉદ્દેશ્ય તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો અને સમાજમાં સરકારી કે અન્ય સેવાઓમાં નવનિયુક્ત થયેલા કર્મચારીઓનું સન્માન કરવાનો છે. આ કાર્યક્રમ દ્વારા સમિતિ સમાજના ઉત્સાહી અને સિદ્ધિ પ્રાપ્ત કરનાર પ્રતિભાઓને મંચ પૂરું પાડવામાં આવશે.આ સમારોહ સવારે ૮:૩૦ થી ૧:૦૦ કલાક સુધી મોરબી ખાતે આવેલ શિવ એ.સી.હોલ,સ્કાય મોલની સામે ભરવાડ સમાજના ધર્મગુરુ પૂજ્ય ઘનશ્યામ પુરી બાપુના અધ્યક્ષ સ્થાને તેમજ આમંત્રિત સમાજના આગેવાનોની હાજરીમાં યોજાશે. મોરબી જિલ્લા ગોપાલક શૈક્ષણિક સમિતિ દ્વારા સમાજના તમામ સભ્યો,શુભેચ્છકો અને આમંત્રિતોને આ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહીને તેજસ્વી વિદ્યાર્થીઓ અને નવનિયુક્ત કર્મચારીઓનો ઉત્સાહ વધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.વધુ માહિતી માટે સંપર્ક:કિશન ભગત - ૯૩૭૭૧ ૨૭૧૦૬તથા અન્ય સંપર્ક નંબરો: ૯૫૮૮૪ ૦૫૮૮૪ / ૭૮૭૪૨ ૮૭૭૭૭ / ૭૨૭૭૯ ૮૫૦૧૯ / ૯૯૧૩૭ ૬૫૩૪૧ / ૯૫૮૬૦ ૦૫૩૭૬