મોરબી : મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘના સંગઠન મંત્રી કરશનભાઈ ડોડીયાએ વૃક્ષારોપણ દ્વારા પોતાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. આજે દિન પ્રતિદિન તાપમાન વધતું જાય છે, પર્યાવરણ પ્રદુષણ વધતું જાય છે, ત્યારે વધુને વધુ વૃક્ષો વવાય એ જરૂરી છે. ત્યારે જેમને હળવદ તાલુકામાં વર્ષો સુધી સીઆરસી કો.ઓર્ડિનેટર તરીકે ફરજ બજાવી સમગ્ર શિક્ષા અભિયાનના તમામ ધ્યેયો સિદ્ધ કરવા માટે નિષ્ઠાપૂર્વક કામગીરી કરેલ છે અને હાલ જેઓ પાંડાતીરથ પ્રાથમિક શાળામાં આચાર્ય અને મોરબી જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના સંગઠન મંત્રી એવા કરશન ડોડીયાના જન્મ દિવસ નિમિત્તે પંદર જેટલા વૃક્ષો વાવી જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. કરશનભાઈને એમના મિત્ર વર્તુળ તરફથી જન્મદિનની શુભેચ્છા મળી રહી છે.