મોરબી : મોરબીમાં વીજ શોકથી અમીત રામજીભાઇ પટેલનું અવસાન થતાં તેમના વારસદારોએ અકસ્માત વળતર માટે કેસ દાખલ કર્યો હતો. પ્રીન્સીપાલ સીનીયર સીવીલ જજ આસોડીયાએ રેગ્યુલર દિવાની દાવા નંબર-28/2015 માં પશ્ચીમ ગુજરાત વીજ કંપની લીમીટેડ (પી.જી.વી.સી.એલ.) મોરબીની બેદરકારી સાબીત માની હતી. કોર્ટે તારીખ 26-12-2017 ના રોજ પી.જી.વી.સી.એલ. ને રૂપીયા 3,23,000/- કેસ દાખલ થયા તારીખથી રકમ વસૂલ થતાં સુધી 7.5% વ્યાજ સાથે ચૂકવવા હુકમ કર્યો હતો.નીચેની કોર્ટના આ હુકમથી નારાજ થઈ પી.જી.વી.સી.એલ. મોરબીએ ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં રેગ્યુલર અપીલ નંબર-10/2019 દાખલ કરી હતી. આ અપીલની સુનાવણી દરમિયાન વારસદારોના એડવોકેટ ગૌતમ ડી. વરીયાએ પી.જી.વી.સી.એલ.ની બેદરકારીથી બનાવ બન્યો હોવાની દલીલ કરી હતી અને સુપ્રીમ કોર્ટ તેમજ ગુજરાત હાઇકોર્ટના ચુકાદાઓ રજૂ કર્યા હતા. આ દલીલો અને ચુકાદાઓને ધ્યાને લઈ ડીસ્ટ્રીક્ટ જજ શ્રીવાસ્તવ સાહેબે તારીખ 12-02-2026 ના રોજ પી.જી.વી.સી.એલ. ની અપીલ રૂપીયા 10,000/- ના ખર્ચ સહીત રદ કરતો હુકમ ફરમાવ્યો છે. ડીસ્ટ્રીક્ટ કોર્ટે નીચેની કોર્ટનો વળતર ચૂકવવાનો હુકમ કાયમ રાખ્યો છે. આ કેસમાં ગુજરનારના વારસદારો તરફથી મોરબીના એડવોકેટ ગૌતમ ડી. વરીયા રોકાયેલા હતા.#Morbi #MorbiUpdate #MorbiNews #PGVCL #DistrictCourtMorbi #CourtOrder #MorbiLawNews