પશુઓ માટે 151 ગુણી ખોળ અને ઘાસચારો, 200 વિધવા મહિલાઓને રાશનનું વિતરણ ટંકારા : હાલમા કોરોનાને કારણે લોકડાઉનની સ્થિતિમા મર્યાદિત આવક અને જરૂરીયાત વધુ જેવી પરિસ્થિતિની વચ્ચે મોરબીનુ કોરોના હેલ્પ ગ્રુપ જરૂરીયાતમંદ લોકો અને અબોલ પશુઓની પેટની જઠરાગ્નિ ઠારવાનુ ઉતમ કાર્ય કરે છે. આ ગ્રુપ દ્વારા અત્યાર સુધી લોકડાઉન દરમિયાન 200 જેટલી વિધવા બહેનો માટે જરૂરી રાશન કીટ તથા અબોલ જીવો માટે ખોળ અને ઘાસચારો આપી સરાહનીય સેવા કરી રહ્યા છે. જેમા ગઈકાલે સભ્યોએ ટંકારામા જીવદયા માટે કામ કરતી સંસ્થામા ખોળ અને શાકભાજી આપી હતી. આ સેવાયજ્ઞમા પત્રકારો હિમાશુ ભટ્ટ, જીજ્ઞેશ ભટ્ટ તથા ઉધોગકાર રવિ કોરડીયા મિલેનિયમ ગ્રુપ, સંજયભાઈ વિરમગામા, યોગી પટેલ શિવધારા મિનરલ્સ, કૈલાશભાઈ દેસાઈ, દિલુભા જાડેજા, શૈલેષ ભાલોડિયા, દર્શન પુજારા, જીતેન્દ્રભાઈ વિરમગામ, રમેશભાઈ ફુલતરીયા, મેટ્રો ગ્રુપ, કોમેન્ટ ગ્રુપ, વિનટેઝ વિટ્રિફાઇડ સહિતના સેવાભાવીઓ અને ઉદ્યોગપતિઓ જોડાઈમોરબી જીલ્લા કોરોના હેલ્પ ગ્રુપ શોસયલ મિડીયાના માધ્યમથી ચલાવી વિકટ પરિસ્થિતિમા મદદ માટે આગળ આવી રહ્યા છે.