બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા હાથ ધરાશે મોરબી : મોરબી જીલ્લા સંકલન સહ ફરીયાદ સમિતીની બેઠક આગામી તા.૨૧/૦૫/૨૦૨૨ના રોજ બપોરના ૩:૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. આ બેઠકમાં ફરીયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા કરાશે. સંકલન સમિતિની બેઠકમાં રજૂ થયેલ પ્રશ્નોની સમીક્ષા અને સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે. આ બેઠકમાં જિલ્લાના અધિકારીઓએ પોતે જ જરૂરી વિગતો સાથે ઉપસ્થિત રહેવા નિવાસી અધિક કલેકટર એન. કે. મુછાર દ્વારા જણાવાયું છે.