મોરબી : દેશના ગૃહ મંત્રી અમિત શાહે ડો. બાબાસાહેબ આંબેડકર વિશે કરેલા નિવેદન અંગે કોંગ્રેસ દ્વારા દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવતીકાલે તારીખ 23 ડિસેમ્બર ને સોમવારે અમિત શાહના રાજીનામાની માગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે.મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા 23 ડિસેમ્બરને સોમવારે સવારે 10:30 કલાકે મોરબી જિલ્લા સેવા સદન ખાતે અમિત શાહ રાજીનામું આપેની માગ સાથે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા સંગઠનના હોદ્દેદારો શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, શહેર તથા તાલુકાના તમામ પદાધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પદાધિકારીઓ, પ્રદેશના હોદ્દેદારો, જિલ્લા/તાલુકા પંચાયત/નગરપાલિકાની ચૂંટણી લડેલા ઉમેદવારો, એસસી, ઓબીસી, એસટી, માઈનોરીટી, કિસાન સેલ, મહિલા કોંગ્રેસ, NSUI, યુથ કોંગ્રેસ, સેવા દળ, સોશિયલ મીડિયા સહિતના તાલુકા/શહેર/જિલ્લાના તમામ આગેવાનો, લોકસભા/વિધાનસભાના ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી અપીલ કરવામાં આવી છે.