મોરબી: ઓડિશાના બાલાસોરમાં થયેલી ટ્રેન દુર્ઘટના બાદ સમગ્ર દેશમાં શોકનો માહોલ છે. ત્યારે બાલાસોર ટ્રેન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આવતીકાલે તારીખ 5 જૂન ને સોમવારના રોજ સાંજે 6-30 કલાકે મોરબીના નેહરુ ગેટ ખાતે મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાશે. તો આ કાર્યક્રમમાં હાજર રહેવા તમામ લોકોને મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ બાબુભાઈ વેરાણા (રબારી) દ્વારા અપીલ કરવામાં આવી છે.