મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ પ્રમુખ તરીકે ગજડી ગામના રાજુભાઈ આહિર (રાજુભાઈ જારીયા)ની નિમણુંક કરાઈ છે. ઓલ ઈન્ડીયા કોંગ્રેસ સમિતિના ઓબીસી વિભાગના ચેરમેન તામ્રધ્વજ સાહુજીની સુચના મુજબ ગુજરાત પ્રદેશ ઓબીસી વિભાગના મોરબી જિલ્લા પ્રમુખ તરીકે રાજુભાઈ દેવાયતભાઈ જારિયાની નિમણુક કરવામાં આવી હતી. તેમજ ઓબીસીમાં સમાવિષ્ટ જાતિઓનું કોંગ્રેસનું સંગઠન વધુ મજબુત બનાવવા અને પક્ષમાં વધુ કાર્યશીલ રહી કામગીરી કરો તેવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઓબીસી ડિપાર્ટમેન્ટ ચેરમેન ઘનશ્યામભાઈ ગઢવીએ નિમણુંક કરી શુભેચ્છા પાઠવી હતી.