નવા વરાયેલા હોદ્દેદારોને નિમણૂક પત્ર અપાશે અને વિધાનસભા ચૂંટણીની તૈયારી અંગે ચર્ચા કરાશે મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવતીકાલ કારોબારી બેઠક મળશે. જેમાં નવા વરાયેલા હોદ્દેદારોને નિમણૂક પત્ર એનાયત કરાશે અને વિધાનસભાની ચૂંટણીની તૈયારી અંગે ચર્ચા વિચારણા કરાશે. મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિની કારોબારીની મીટીંગ તા. 20 ને રવિવારે ઉમા રિસોર્ટ, જૂની આરટીઓ કચેરી સામે, કંડલા બાયપાસ રોડ પર સવારે 10 વાગ્યે યોજાશે. આ કારોબારી બેઠકમાં આગામી ગુજરાત વિધાનસભા ચુંટણી ની તૈયારી, સંગઠન મજબૂત બનાવવા અને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા વરાયેલ હોદેદારો, મોરબી શહેર કોંગ્રેસ, મોરબી તાલુકા કોંગ્રેસ અને માળીયા શહેર કોંગ્રેસ, માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિમાં નવા વરાયેલ હોદેદારોને નિમણુક પત્ર એનાયત કરાશે. આ કારોબારીમાં મોરબી જિલ્લા અને તાલુકાના હોદેદારો, દરેક પાંખના હોદેદારો તેમજ કોંગ્રેસી કાર્યકરોને ઉપસ્થિત રહેવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ જે. પટેલ દ્વારા અનુરોધ કરાયો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..