Morbi: મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકારની ઈલેક્ટોરલ બોન્ડના નામે 'ચંદા દો.. ધંધા લો' તેમજ કોન્ટ્રાક્ટ લો. લાંચ આપો’ની વિરોદ કર્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે, આ ઇલેક્ટોરેટ બોન્ડ એ ભાજપ સરકારની ‘લૂંટનીતિ’ છે.કોગ્રેસે જણાવ્યુ કે, ગત 30 જાન્યુઆરીના ભારતીય રિઝર્વ બેન્કે તેના ચેતવણી પત્રમાં જણાવ્યું હતું કે, ઈલેક્ટોરલ બોન્ડના ઉપયોગથી કાળું ધન, મની લોન્ડરિંગ જેવા કારનામામાં ઉમેરો થશે. પણ ભાજપ સરકારે તેના પર ધ્યાન આપ્યુ નહોતું ઇલેક્ટોરેટ બોન્ડનો ‘કોન્ટ્રાક્ટ લો, લાંચ દો’ જેવી હપ્તા વસૂલી અપનાવી હતી. ઈલેક્ટોરલ બોન્ડના નામે ભાજપાએ ચલાવેલા સુનિયોજીત લૂંટની તપાસ માટે સુપ્રિમકોર્ટની દેખરેખ હેઠળ સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ ( SIT)ની રચના કરવામાં આવે અને કોંગ્રેસના ફ્રીઝ કરાયેલા અકાઉન્ટની બાબત સ્પષ્ટ થાય જેવી વિવિધ બાબતો અંગે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આ તકે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા સુપ્રિક કોર્ટે ઇલેક્ટોરેટ બોન્ડને ગેરબંધારણીય ઠેરવ્યા હતા અને તેને રદ કરવાનો આદેશ આપ્યો હતો.