મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ નજીકના ભવિષ્યમાં આવનારી વિધાનસભાની ચુંટણીના સંદર્ભમાં સંગઠનને મજબૂત બનાવવા તેમજ ચૂંટણીની પૂર્વ તૈયારી માટે કોંગ્રેસની વિચારધારા લોકો સુધી પહોંચાડવા માટે તાલીમ શિબિરનું આયોજન કરેલ છે.આ શિબિર હોદેદારો,સંયોજક અને આગેવાનો માટે યોજવામાં આવી છે. એઆઈસીસી દ્વારા પક્ષના હોદેદાર માટે તાલીમ શિબિર કાર્યક્રમનું તા.16ને શનિવારના રોજ સવારે 9 કલાકે શિવ હોલ,શનાળા રોડ,સમયના ગેટ પાસે,મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.જ્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઇ ઠાકોરની સુચના અનુસાર મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વર્તમાન રાજકીય પરિસ્થિતી સંજોગો અને પડકારોના સંદર્ભમાં આવી તાલીમ શિબિરોની આવશ્યકતા છે. નજીકના ભવિષ્યમાં આવનારી વિધાનસભાની ચુંટણીના સંદર્ભમાં સંગઠનને મજબૂત બનાવવા તેમજ ચૂંટણીની પૂર્વ તૈયારી માટે કોંગ્રેસની વિચારધારા લોકો સુધી પહોંચાડવા માટે તાલીમ શિબિરનું આયોજન કરેલ છે.જેમાં એઆઈસીસી અને પીસીસીના નિરીક્ષકો અને તાલીમકાર (ટ્રેનર) તેમજ સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી રામ કિશન ઓઝા હાજર રહેશે.જીલ્લા/ શહેર/તાલુકા તેમજ દરેક કેટલ- સેલના હોદેદારો,સંયોજક અને આગેવાનોએ તાલીમ શિબીરમાં ફરજિયાત હાજર રહેવા જણાવવામાં આવે છે.