મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતી ભાઈ જે પટેલ દ્વારા નૂતન વર્ષ ના પ્રારંભે તારીખ 5 ને શુક્રવારે સવારે 10 થી બપોરે તેમના નિવાસ સ્થાન પાસે આવેલા કાર્યાલય પર નૂતનવર્ષ સ્નેહ મિલનનું આયોજન કરેલ છે. જેમાં મોરબી જિલ્લા તથા શહેર ના શુભેચ્છકો, નગર વાસીઓ, તથા કોંગ્રેસ પક્ષના આગેવાનો, હોદેદારો, કાર્યકર ભાઈઓ બહેનો શુભેચ્છા નું આદાન પ્રદાન કરવા ઉપસ્થિત રહેવા યાદીમાં જણાવાયું છે.