મોરબી : જુવેનાઈલ જસ્ટીસ એક્ટ - ૨૦૧૫ની કલમ ૨(૧૪) મુજબ કોઈપણ બાળકો જે રહેઠાણ વગરનાં મળી આવેલ હોય, જીવન નિર્વાહનાં સાધનો વગર મળી આવેલા હોય, ભીક્ષાવૃતી કરતા હોય તેવા બાળકો, રસ્તા ઉપર રહેતા હોય તેવા બાળકો, શોષીત બાળકોને રખાતા હોય, શારીરિક–માનસિક બિમાર બાળકોને રખાતા હોય, માતા-પિતા બાળકોને રાખવા અસક્ષમ હોય, બાળક અનાથ હોય કે સંભાળ લેનાર કોઈ ના હોય, ગુમ થયેલ અને ભાગી ગયેલ બાળકો મળી આવેલ હોય, ગેર કાયદેસર વ્યવસાયમાં જોડાય તેવી સંભાવના હોય, કુદરતી કે માનવ સર્જીત આપતીઓનો ભોગ બનેલ હોય તેવા બાળકોને કાળજી અને રક્ષણની જરૂરીયાત ધરાવતા બાળકો કહેવામાં આવે છે. જુવેનાઈલ જસ્ટીસ એક્ટ -૨૦૧૫ની કલમ ૨ (૧૩) મુજબ કાયદાનાં સંધર્ષમાં આવેલ હોય તેવા બાળકો એટલે એવા બાળકો કે જેમણે કોઈ ગુનાહિત ક્રુત્ય કર્યાનો આક્ષેપ હોય અથવા ક્રુત્ય કરતા પકડાયેલ હોય અને તે બાળકે ૧૮ વર્ષની ઉંમર પુર્ણ કરેલ ન હોય, જુવેનાઈલ જસ્ટીસ એક્ટ-૨૦૧૫ની કલમ ૨ (૧૩) અને ૨ (૧૪) મુજબના તમામ બાળકોને સંસ્થાકીય સેવાઓ આપતી અથવા આપવા માંગતી સંસ્થાઓએ કાયદાની કલમ ૪૧(૧) મુજબ તેમની સંસ્થાની નોંધણી કરાવવી અને માન્યતા લેવી જરૂરીયાત બને છે. જો કોઈ સંસ્થાએ નિશ્રીત સમયમાં માન્યતા મેળવેલ નથી અને તે સંસ્થા કાયદાની કલમ ૨(૧૩) અને ૨(૧૪) મુજબના બાળકોને રાખી રહી છે તો તેને જુવેનાઈલ જસ્ટીસ એક્ટ -૨૦૧૫ કલમ ૪૨ મુજબ ૧ વર્ષની કેદ અને ૧ લાખથી ઓછો ન હોય તેટલો દંડ અથવા બન્ને થવાને પાત્ર છે. તથા જો ૩૦ દિવસમાં રજિસ્ટ્રેશન માટે અરજી ન કરે તો અલગથી સજાની જોગવાઈ કરવામાં આવેલ છે. આથી, જિલ્લામાં જુવેનાઈલ જસ્ટીસ એક્ટ ૨૦૧૫ની કલમ ૨(૧૩) અને ૨(૧૪) મુજબના તમામ બાળકોને સંસ્થાકીય સેવાઓ આપતી હોય અને રજિસ્ટ્રેશન બાકી હોય અથવા જુવેનાઈલ જસ્ટીસ એક્ટ ૨૦૧૫ની કલમ ૨(૧૩) અને ૨(૧૪) મુજબના બાળકોને સંસ્થાકીય સેવાઓ આપવા માટે કાર્ય કરવા માંગતી હોય, તેવી સંસ્થાઓએ જાહેરાત પ્રસિધ્ધ થયાના દિન -૧૦માં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની/જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી રૂમ નં.૩૧/૩૨, જિલ્લા સેવા સદન, કલેક્ટર કચેરી, મોરબી ખાતે નિયત ફોર્મમાં રજીસ્ટ્રેશન કરાવવુ ફરજીયાત છે. રજીસ્ટ્રેશન ફોર્મ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરીએથી રૂબરૂમાં તેમજ સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગની વેબ સાઈટ www.sjegujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. જુવેનાઇલ જસ્ટિસ (કેર એંડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ ૨૦૧૫ ની કલમ૪૧(૧) હેઠળ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. તેમ જિલ્લા કલેક્ટર મોરબીની યાદીમાં જણાવવામાં આવેલ છે.