શાળા-આંગણવાડીની મુલાકાત લઈ ગ્રામજનોના પ્રશ્નો સાંભળ્યા: મચ્છુ ડેમમાં ડૂબમાં ગયેલ સર્વે નંબર, ગૌચર અને સરકારી જમીનની સ્થળ મુલાકાત કરી મોરબી અપડેટ: મોરબી તાલુકાના અદેપર ગામે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા મુલાકાત લઈ ગામના રેકર્ડની સંપૂર્ણ દફતર તપાસણી હાથ ધરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ગામમાં ચાલી રહેલા વિકાસકાર્યો અને જનસુવિધાઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.દફતર તપાસણી અંતર્ગત કલેક્ટર દ્વારા અદેપર ગામની પ્રાથમિક શાળા તથા આંગણવાડીની મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં તેમણે બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો તેમજ બાળકોને અપાતા મધ્યાહન ભોજનની ગુણવત્તા બાબતે સ્થળ પર સમીક્ષા કરી સંબંધિત કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. તેમજ ગ્રામજના પ્રશ્નો અને રજૂઆતો સાંભળવામાં આવી હતી. લોકોના પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે સંબંધિત વિભાગના અધિકારીઓને સ્થળ પર જ યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી.વધુમાં, કલેક્ટર દ્વારા મચ્છુ ડેમમાં ડૂબમાં ગયેલ ખેતીના સર્વે નંબરો, સરકારી પડતર જમીન, ખરાબા, ગૌચર તેમજ જૂના ગામતળની જમીનની રૂબરૂ સ્થળ મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન મામલતદાર (ગ્રામ્ય), તાલુકા વિકાસ અધિકારી, આઇ.એલ.આર., સર્કલ ઓફિસર, તલાટી કમ મંત્રી, રેવન્યુ તલાટી, સરપંચ, ઉપસરપંચ તેમજ ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.#Morbi #MorbiUpdate #MorbiNews #CollectorMorbi #SwapnilKhare #Adepar #VillageVisit #MorbiDistrict #GujaratNews