મોરબી : રાજ્ય સરકાર દ્વારા આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જે અંતર્ગત મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાની પણ બદલી કરાતા જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાને મોરબીના પરશુરામ યુવા ગ્રુપે વિદાયમાન આપ્યું હતું.રાજ્ય સરકારે લોકસભા ચૂંટણી સંદર્ભે જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા 50 આઇએએસ કક્ષાના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લા કલેકટર જી. ટી. પંડ્યાની દેવભૂમિ દ્વારકા ખાતે બદલી કરી અમદાવાદ સ્ટેટ ટેક્ષ ડિપાર્ટમેન્ટથી કિરણ બિપીનચંદ્ર ઝવેરીને મૂકવામાં આવ્યા છે. જે અન્વયે મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા જિલ્લા કલેકટર જી. ટી. પંડ્યાનું સાલ ઓઢાડી વિદાયમાન આપી આગામી સમયમાં દ્વારકા કલેકટર તરીકે મોરબી જિલ્લાની જેમ જ સુંદર કામગીરી કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. આ તકે મોરબી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ અતુલભાઈ જોશી, ઉપપ્રમુખ ઋસીભાઈ મહેતા, સંકલન સમિતિના નીરજભાઈ ભટ્ટ, ચિંતનભાઈ ભટ્ટ, બ્રહ્મ આગેવાન ડો. રવીન્દ્રભાઈ ભટ્ટ, યગ્નેશભાઈ રાવલ સહિતના હાજર રહ્યા હતા અને મોરબી જિલ્લા કલેકટર જી. ટી. પંડ્યાને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.