મોરબી : મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા ભવ્ય સ્નેહમિલન તેમજ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા આગામી તારીખ ૧૧/ ૧૧/૨૦૨૧ ને ગુરૂવારના રોજ સમય બપોરે ૨:૩૦ કલાકે સ્થળ મોરબી બાયપાસ રોડ જુની આરટીઓ સામે ખાખરાવાળી માતાજીના મંદિરના પટાંગણ ખાતે ભવ્ય સ્નેહમિલન તેમજ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહના મુખ્ય અતિથિ તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા હાજર રહેશે તેમજ મોરબી જિલ્લાની આસપાસના સમાજના રાજકીય આગેવાનો, સામાજિક અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહેશે. તેવુ મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ જગદીશભાઈ બાંભણીયાની યાદીમાં જણાવેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..