નવા સજનપર ખાતે 23 થી 25 ઓગસ્ટ દરમિયાન યોજાશે શિબિર: પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઇ દવે સહિતના અગ્રણીઓ માર્ગદર્શન આપશે મોરબી અપડેટ: ગુજરાત પ્રદેશ ભાજપના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા ભાજપ દ્વારા 'પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાન 2026' અંતર્ગત ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 23, 24 અને 25 ઓગસ્ટ 2026 દરમિયાન મોરબીના નવા સજનપર સ્થિત ઓશો કેશર ફાર્મ ખાતે આ પ્રશિક્ષણ શિબિર યોજાશે.3 દિવસમાં કુલ 11 મહત્ત્વપૂર્ણ સત્રો યોજાશેકાર્યકર્તાઓના વૈચારિક અને સંગઠનાત્મક ઘડતર માટે આ ત્રિદિવસીય કાર્યક્રમ દરમિયાન કુલ 11 સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે: • પ્રથમ દિવસ (23 ઓગસ્ટ): 2 સત્ર • બીજો દિવસ (24 ઓગસ્ટ): 7 સત્ર • ત્રીજો દિવસ (25 ઓગસ્ટ): 2 સત્રઆ પ્રશિક્ષણ વર્ગમાં ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઇ દવે સહિત પ્રદેશ ભાજપના અનેક આગેવાનો તથા નેતાઓ વિશેષ ઉપસ્થિત રહેશે. પ્રદેશના નેતાઓ વિવિધ સત્રોમાં હાજરી આપીને અલગ-અલગ વિષયો પર અપેક્ષિત કાર્યકર્તાઓને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડશે.આ પ્રશિક્ષણ વર્ગનો મુખ્ય હેતુ કાર્યકર્તાઓમાં સંગઠનાત્મક કૌશલ્ય, પક્ષની રાષ્ટ્રવાદી વિચારધારા અને કાર્યપદ્ધતિને વધુ સુદ્રઢ બનાવવાનો છે. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના તમામ હોદ્દેદારો તથા અપેક્ષિત કાર્યકર્તાઓ ઉત્સાહભેર ભાગ લેશે.#Morbi #MorbiUpdate #MorbiNews #GujaratBJP #MorbiDistrictBJP #BJPPrashikshanVarg #Ratnakarji #AniruddhDave #GujaratPolitics #MorbiLive