પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલ કાર્યક્રમમાં મોરબી ભાજપ પરિવાર વતી ઉષ્માભર્યું સ્વાગત કરાયુંમોરબી: પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે આયોજિત ‘સોમનાથ અમૃત પર્વ’માં સહભાગી થવા પધારેલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનું મોરબી જિલ્લા ભાજપ પરિવાર વતી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પવિત્ર અવસરે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનું આત્મીયપૂર્વક અભિવાદન કરી તેઓનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર અને પ્રાણ પ્રતિષ્ઠાના અમૃત મહોત્સવ પ્રસંગે જ્યારે સમગ્ર ગુજરાત શિવમય બન્યું છે, ત્યારે પ્રધાનમંત્રીની ગરિમામય ઉપસ્થિતિએ આ ઉત્સવની શોભામાં અભિવૃદ્ધિ કરી છે.મોરબી જિલ્લા ભાજપ પ્રમુખે આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રની ઉન્નતિ અને સાંસ્કૃતિક વારસાના જતન માટે કરવામાં આવી રહેલા કાર્યોની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે મોરબી જિલ્લા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો તેમ મોરબી જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ ભાવેશ કાનાણીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Somnath #SomnathAmrutParv #NarendraModi #BJP #JayantibhaiRajkotiya #Gujarat