1975માં લાદવામાં આવેલી કટોકટીના કાળા દિવસો અને લોકશાહીના દમનની વાસ્તવિકતા યુવા પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસમોરબી: દેશમાં વર્ષ 1975માં લાદવામાં આવેલી કટોકટીની વરવી વાસ્તવિકતા અને લોકશાહીના દમનની યાદમાં કેન્દ્ર સરકાર દ્વારા 25 જૂનને 'બંધારણ હત્યા દિવસ' તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ અંતર્ગત મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટી (BJP) પરિવાર દ્વારા કટોકટીના દિવસોના સંદર્ભે એક વિશેષ પ્રદર્શનીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને કાર્યાલય પ્રભારી નિર્મલ જારીયા દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર તમામ કાર્યકર્તા પરિવાર, પદાધિકારીઓ અને નાગરિકો માટે આ પ્રદર્શની 27 અને 28 જૂન, 2026ના રોજ આયોજિત કરવામાં આવી છે. પ્રદર્શની નીચે મુજબના સમય અને સ્થળ પર નિહાળી શકાશેસમય: સવારે 10:00 થી 01:00 કલાક સુધી અને સાંજે 04:00 થી 07:00 કલાક સુધીસ્થળ: કમલમ્, મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય, ગ્રાઉન્ડ ફ્લોર હોલ, ભક્તિનગર સર્કલ પાસે, શક્ત શનાળા, મોરબી.ઇતિહાસની ઝલક અને પ્રદર્શનીનો મુખ્ય હેતુ25 જૂન 1975ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા દેશમાં કટોકટી (Emergency) લાદવામાં આવી હતી. જેને ભારતીય લોકશાહીના ઇતિહાસમાં 'કાળો દિવસ' માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન નાગરિકોના મૂળભૂત અધિકારો છીનવી લેવાયા હતા, વિપક્ષના મોટા નેતાઓને જેલમાં ધકેલી દેવાયા હતા અને મીડિયા પર કડક સેન્સરશીપ લાદવામાં આવી હતી.આ જુલમ અને બંધારણના હનનની યાદ અપાવવા અને આજની યુવા પેઢી દેશના સાચા ઇતિહાસથી માહિતગાર થાય તેવા વિશેષ હેતુથી આ પ્રદર્શની યોજાઈ રહી છે. આ પ્રદર્શનીમાં કટોકટી સમયના દુર્લભ ચિત્રો, અખબારોના કટીંગ્સ અને ઐતિહાસિક દસ્તાવેજો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ પ્રદર્શની ખુલ્લી મુકતી વેળાએ ગજેન્દ્ર સકશેના, પક્ષ પ્રમુખ જયંતીભાઈ, જિલ્લાના તમામ અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiBJP #BandharanHatyaDiwas #Emergency1975 #GujaratNews #BJP