આઈ.ટી.સેલના ઈન્ચાર્જ તરીકે કવિન શાહ અને સોશ્યલ મીડિયાના ઈન્ચાર્જ તરીકે જતીન ફુલતરિયાની વરણી મોરબી : પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, પ્રદેશ સંગઠન મંત્રી ભીખુભાઈ દલસાણીયા, મોરબી જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની તથા ભાનુંભાઈ મેતા તેમજ જિલ્લાના ભાજપના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરીને મોરબી જિલ્લા ભાજપના આઈ.ટી.સેલ ટીમ અને સોશ્યલ મીડિયા ટીમના નવા હોદેદારોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં આઈ.ટી.સેલના ઈન્ચાર્જ તરીકે કવિન શાહ અને સોશ્યલ મીડિયાના ઈન્ચાર્જ તરીકે જતીન ફુલતરિયાની વરણી કરવામાં આવી છે. મોરબી જિલ્લા ભાજપ આઈ.ટી.સેલ ટીમના ઈન્ચાર્જ તરીકે કવિનભાઈ જીતેન્દ્રભાઈ શાહ, સહ ઈન્ચાર્જ તરીકે રાજનભાઈ પુરબિયા તેમજ રોહિતભાઈ સોનાગ્રા અને સભ્યો તરીકે લાલજીભાઈ સોલંકી, પ્રતીકભાઈ પારેધી, યોગેશભાઈ દેગામા, વિવેકભાઈ સંઘાણી, આકાશભાઈ પંડ્યા, નીરવભાઈ માનસેતા, કમલભાઈ જુમાણી, જીગરભાઈ પરમાર, સાગરભાઈ જોગીદાસ, પાર્થભાઈ કાંસુન્દ્રા, પ્રશાંતભાઈ ચનીયારા, સ્મિતભાઈ દેસાઈ, જયેશભાઇ સેજપાલ, અજયસિંહ ઝાલા, જયદીપભાઈ ડાભીની નિમણુંક કરવામાં આવી છે. મોરબી જિલ્લા ભાજપ સોશ્યલ મીડિયા ટીમના ઈન્ચાર્જ તરીકે જતીનભાઈ ફુલતરિયા, સહ ઈન્ચાર્જ તરીકે ગૌરવભાઈ રવીયા તથા નવનીતભાઈ પટેલ તેમજ સભ્યો તરીકે પિન્ટુભાઈ સોરીયા, કુલદીપભાઈ ચાવડા, મિતભાઈ ભાલોડિયા, નિખિલભાઈ ડાંગર, નીરવભાઈ કનોજીયા, સંજયભાઈ ઠાકોર, જયભાઈ સારેસા, મિલનભાઈ વાઘડિયા, બળદેવભાઈ ગઢવી, દિનેશભાઇ ગઢવી, સંજયભાઈ મગનીયા, ઋષભભાઈ મહેતા, હિતેશભાઈ લહેરુ, જયકીશનભાઈ પારેધી, સાવનભાઈ મારુડા, જગદીશભાઈ ચગની નિમણુંક કરવામાં આવી છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..