મોરબી: મોરબી જિલ્લામાં આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી 2026ની પ્રક્રિયા માટે ભાજપ દ્વારા સંગઠનાત્મક માળખામાં મહત્વની નિમણૂકો કરવામાં આવી છે. મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતિભાઈ રાજકોટિયા દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.ચૂંટણી પ્રક્રિયાને સુદ્રઢ બનાવવા માટે જિલ્લા ભાજપ દ્વારા અનુભવી આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં સંયોજક તરીકે પૂર્વ મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલાની વરણી કરવામાં આવી છે. તેમની સાથે સહ-સંયોજક તરીકે ત્રણ આગેવાનોની નિમણૂક કરાઈ છે.નિમણૂક પામેલા આગેવાનોની યાદી: • નરેન્દ્રસિંહ ઝાલા: સંયોજક (પૂર્વ મહામંત્રી, મોરબી જિલ્લા) • નિકુંજભાઈ કોટક: સહ-સંયોજક (પૂર્વ મંત્રી, મોરબી જિલ્લા) • કાળુભાઈ કાંકેરિયા: સહ-સંયોજક (પૂર્વ પ્રદેશ કારોબારી સભ્ય) • વલ્લભભાઈ ખાવડીયા: સહ-સંયોજક (પ્રદેશ કિસાન મોરચા કારોબારી સભ્ય)સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે ગણતરીનો સમય બાકી છે ત્યારે ભાજપે આ નિમણૂકો દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓના શ્રીગણેશ કરી દીધા છે. આ નિમણૂકને પગલે પક્ષના કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.#Morbi #MorbiBJP #Election2026 #LocalBodyElection #Politics #GujaratPolitics #MorbiUpdate #BJPNews #