મોરબી : મોરબી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે ડો. શ્યામાપ્રસાદ મુખરજીની જન્મ જયંતિ નીમિતે મોરબી જીલ્લા ભાજપ અ.જા. મોરચાની પરીચય બેઠક યોજાઈ હતી. મોરબી જીલ્લા ભાજપના અધ્યક્ષ દુર્લભજીભાઇ દેથરીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા, ઉપાધ્યક્ષ હસુભાઇ પંડયા, વીજયંતીબેન વાઘેલા, મંત્રી રસીકભાઇ વોરા, મોરબી જીલ્લા ભાજપ અ.જા.મોરચાના પ્રમુખ અરજણભાઇ મકવાણા, મહામંત્રી દીનેશભાઇ પરમાર, રવીભાઇ કે ધુમલ, મોરબી જીલ્લા ભાજપ મહીલા મોરચાના મહામંત્રી મંજુલાબેન ચૌહાણ, મોરબી જીલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જેઠાભાઈ પારઘી, સદસ્ય અશોકભાઈ ચાવડા મોરબી તાલુકા પંચાયત ચેરમેન હંસાબેન સોલંકી, મોરબી નગરપાલિકાના ચેરમેન મનુભાઇ સારેસા અને ભાનુબેન નગવાડીયા હાજર રહયા હતા. જીલ્લાના બહોળી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને હસુભાઇ પંડયાએ ડો. શ્યામાપ્રસાદ મુખરજીના જીવન પર આધારિત યાદગાર વક્તવ્ય આપ્યું અને આવનાર સમયમાં સેવાકીય પ્રવૃત્તિ કરવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમનુ સંચાલન મોરબી જીલ્લા ભાજપ અ.જા. મોરચાના મહામંત્રી રવિભાઇ કે. ધુમલએ કર્યુ હતું. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..