મોરબી : દિલ્હી ખાતે સમગ્ર ગુજરાતના જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને શહેર કોંગ્રેસ પ્રમુખની એક ખાસ મિટીંગનું આયોજન કેન્દ્રીય નેતૃત્વ દ્વારા કરાયું છે. આ મિટીંગમાં મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા અને મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા હાજરી આપવા પહોંચ્યા છે. આ ઉપરાંત ગુજરાતના તમામ જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસના પ્રમુખ પણ દિલ્હી પહોંચ્યા છે.