મોરબી : મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા 5 જાન્યુઆરીના રોજ 15મો કર્મચારી સ્નેહમિલન સમારોહ માતૃશ્રી રામબાઈમા ધામ વવાણીયા ખાતે યોજાયો હતો. જેમાં મોરબી જિલ્લામાં વસતા તમામ આહીર કર્મચારીઓ પરિવાર સાથે બહોળી સંખ્યામાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં કે.જી.થી માંડીને ધોરણ 10 સુધીના તમામ બાળકો માટે વિવિધ દેશી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમતમાં ભાગ લીધેલા તમામ બાળકોને મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ તેમજ માતૃશ્રી રામબાઈમાં મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત દ્વારિકા ખાતે યોજાયેલા મહાબાળ સંમેલનમાં મોરબી જિલ્લામાંથી ભાગ લીધેલા તમામ બાળકોને મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ તેમજ માતૃશ્રી રામબાઈમાં મંદિર ટ્રસ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.માતૃશ્રી રામબાઈમાંની જગ્યાના સંત પ્રભુદાસ બાપુ તેમજ માતૃશ્રીરામબાઈ માની જગ્યાના પ્રમુખ જશુભાઈ હરિભાઈ રાઠોડ, મોરબી તાલુકા વિકાસ અધિકારી પીઠાભાઈ ડાંગર, PGVCL ડેપ્યુટી એન્જિનિયર નરસંગભાઈ હુંબલ, માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શર્મિલાબેન હુંબલ, મોરબી તાલુકા કેળવણી નિરીક્ષક અશ્વિનભાઈ રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન મયુરભાઈ ગજીયા દ્વારા કરવામાં આવ્યું હતું. અજયભાઈ ડાંગર દ્વારા મંડળની રૂપરેખાઓ પ્રગટ કરવામાં આવી હતી. માતૃશ્રી રામબાઈ માની જગ્યાના ટ્રસ્ટી એવા રાવતભાઈ કાનગડ દ્વારા માતૃશ્રી રામબાઈ માની જગ્યાની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ચંદુભાઈ હુંબલ અને પીઠાભાઈ ડાંગર દ્વારા પ્રાસંગિક પ્રવચનો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના પ્રમુખ દિનેશભાઈ હુંબલ તેમજ મંત્રીશ્રી મયુરભાઈ ગજીયા સાથે સમગ્ર કારોબારી ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચંદુભાઈ ઉગાભાઈ હુંબલ, જીવણભાઈ સાધાભાઈ ડાંગર, અરવિંદભાઈ રવાભાઈ બોરીચા, નારણભાઈ સવજીભાઈ બાલસરા, ભરતભાઈ પરબતભાઈ મિયાત્રા, ધીરુભાઈ બચુભાઈ મિયાત્રા, ભવાનભાઈ બીજલભાઇ બરારીયા, ભગવાનજીભાઈ આઈદાનભાઈ કુંભારવાડીયા, ભાનુભાઈ પોલાભાઈ બાલસરા, વિજયભાઈ પોલાભાઈ કાનગઢ, વિજયભાઈ લખમણભાઈ હુંબલ, રમેશભાઈ ગોવિંદભાઈ હુંબલ, મયુરભાઈ મોહનભાઈ ગજીયા, અજયભાઈ મેરામભાઇ ડાંગર, પરેશભાઈ ભલુભાઈ મિયાત્રા, અમિતભાઈ મૂળુભાઈ ખાંભરા દ્વારા આર્થિક યોગદાન આપવામાં આવ્યું હતું. તમામ દાતાઓને શ્રી મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. તેમજ શ્રી મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા માતૃશ્રી રામબાઈ માની જગ્યામાં 85 હજાર રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું. શ્રી મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના સહમંત્રી એવા રમેશભાઈ છૈયા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી તેમજ આ મંડળના સહમંત્રી એવા રાજેશભાઈ મંઢ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન કરવામાં આવ્યું હતું.