આપ'ના પ્રભારી અલ્પાબેન કકકડે માન સન્માન જળવાતું ન હોવાથી આપ સાથે છેડો ફાડી કોંગ્રેસનો હાથ પકડ્યો મોરબી : મોરબી માળીયા બેઠકની નજીક આવી રહેલી ચૂંટણી વચ્ચે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડ્યું છે. મોરબી જિલ્લા 'આપ'ના પ્રભારી કોંગ્રેસમાં જોડાયા હતો. જો કે, 'આપ'ના પ્રભારી અલ્પાબેન કકકડે માન સન્માન જળવાતું ન હોવાથી આપ સાથે છેડો ફાડી કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલના સમર્થનમાં કોંગ્રેસમાં જોડાયા હોવાની સ્પષ્ટતા કરી છે. આમ આદમી પાર્ટીના મોરબીના જિલ્લા પ્રભારી અલ્પાબેન કક્કડે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપી કોંગ્રેસમાં જોડાયા છે. આ અંગે તેઓએ જણાવ્યું હતું કે, લોકોના હિત માટે આમ આદમી પાર્ટીમાં એમના પાર્ટીના માણસોનું માન અને સન્માન જળવાતું નથી. તો પણ કદાચ જીત થાય તો જનતા ને માન મળશે? તેમ કહીને આપની નીતિ નારાજ થઈને કોંગ્રેસમાં જોડાયા હોવાનું જણાવ્યું હતું. અગાઉ પણ આપ પાર્ટીના આગેવાનો અને કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા.