મોરબી : ગઈકાલે શહીદ દિવસ નિમિતે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ગત તા.23ના રોજ શહીદ દિવસ નીમીતે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ તથા મોરબી જિલ્લા પ્રભારી શીવાજીભાઈ ડાંગરના માર્ગદર્શન હેઠળ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોરબી જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા,મોરબી જિલ્લા મંત્રી ચેતનભાઈ લોરીયા,મોરબી જિલ્લા સોશિયલ મીડિયા પ્રમુખ પંકજભાઈ આદ્રોજા,મોરબી જિલ્લા આઈટી સેલ પ્રમુખ પ્રદિપભાઈ ભોજાણી, મોરબી શહેર પ્રમુખ મુકેશભાઈ હડિયલ,મોરબી શહેર યુવા પ્રમુખ ભવદિપસીહ ઝાલા,મોરબી શહેર મહિલા પ્રમુખ અલ્પાબેન કક્કડ, મોરબી શહેર યુવા ઉપપ્રમુખ સ્મિતભાઈ તથા ઘણા યુવાનો જોડાયા હતા.